પશ્ચિમ બંગાળ સરકારે અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તીને મોટી જવાબદારી સોંપી છે. તેમને માહિતી અને સાંસ્કૃતિક બાબતોના વિભાગમાં સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ સાથે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.
સરકારી જાહેરનામા મુજબ, આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવી છે અને આગામી આદેશ સુધી ચાલુ રહેશે. મિથુનદા હવે રાજ્ય સરકારને વિવિધ બાબતોમાં સલાહ આપશે.
માહિતી અને સાંસ્કૃતિક બાબતોનો વિભાગ રાજ્યમાં માહિતી, સંસ્કૃતિ અને કલા સાથે સંકળાયેલા કાર્યો સંભાળે છે. અગાઉ આ વિભાગની જવાબદારી મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પાસે હતી. હવે મિથુન ચક્રવર્તી આ વિભાગ સાથે સંબંધિત બાબતોમાં સરકારને સલાહ આપશે.
અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તી લાંબા સમયથી બંગાળના રાજકારણમાં સક્રિય છે અને ભાજપ માટે પ્રચાર કરતા રહ્યા છે. હવે તેમની ભૂમિકા રાજ્ય સરકાર સાથે જોડાઈ ગઈ છે.