સત્ય. સાહસ. સંકલ્પ.

મિયામીમાં એમેઝોન કાર્ગો વિમાન રનવે પરથી લપસીને ક્રેશ, 5 મોત, 250 ફ્લાઈટ પર અસર

મિયામીમાં એમેઝોન કાર્ગો વિમાન રનવે પરથી લપસીને ક્રેશ, 5 મોત, 250 ફ્લાઈટ પર અસર

અમેરિકાના ફ્લોરિડામાં આવેલા મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક ગંભીર ઘટના બની હતી. એમેઝોન પ્રાઈમનું કાર્ગો વિમાન લેન્ડિંગ વખતે નિયંત્રણ ગુમાવી બેઠું અને રનવે પરથી લપસીને પાર્ક કરેલા અનેક વાહનો સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયાના સમાચાર છે.

ઘટનાના સાક્ષીઓના જણાવ્યા અનુસાર, વિમાન જ્યારે લેન્ડિંગ માટે આવી રહ્યું હતું ત્યારે જ તે અનિયંત્રિત થઈ ગયું હતું. રનવે પર ઉતર્યા બાદ તે લપસીને રનવેની બહાર જતું રહ્યું અને ત્યાં ઉભેલા વાહનો સાથે ટકરાયું હતું. અથડામણ એટલી ભીષણ હતી કે વિમાનના ટુકડા થઈ ગયા અને ત્યાં ઉભેલા ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું.

આ ઘટના બાદ એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક રનવે અને ટેક્સીવે બંધ કરી દીધા હતા. જેના કારણે રવિવાર સુધીમાં લગભગ 250 ફ્લાઈટોના સંચાલનને અસર થઈ હતી. અનેક ફ્લાઈટોને રદ કરવાની અથવા અન્ય એરપોર્ટ પર મોકલવાની ફરજ પડી હતી. મુસાફરોને મોટી અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી ચાલુ છે. અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આ દુર્ઘટના પાછળ તકનીકી ખામી હોઈ શકે છે, પરંતુ સંપૂર્ણ તપાસ બાદ જ નિષ્કર્ષ આપી શકાશે.