યુક્રેનના ખેરસોન વિસ્તારના ઓલેશ્કી શહેરમાં માનવતાવાદી સીઝફાયર માટે અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે મધ્યસ્થની ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું કે 23 ઑક્ટોબરે રશિયા અને યુક્રેન વચ્ચે લેખિત કરાર પર હસ્તાક્ષર થયા છે.
મેલાનિયાએ કહ્યું કે સપ્ટેમ્બરમાં ઓલેશ્કીમાં માનવતાવાદી સંકટની જાણ થતાં તેમણે તાત્કાલિક પગલાં લીધાં. તેમણે પોતાના પ્રતિનિધિ માર્ક બેકમેનને રશિયા અને યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
આ પહેલનો હેતુ ઓલેશ્કીમાં ફસાયેલા સ્થાનિક લોકો સુધી જીવનજરૂરી વસ્તુઓ પહોંચાડવાનો અને સલામત માર્ગ બનાવવાનો હતો. બંને દેશોએ મેલાનિયાને વિશિષ્ટ મધ્યસ્થ તરીકે સ્વીકાર્યા હતા.
લેખિત કરારમાં મેલાનિયાની ભૂમિકાનો ઉલ્લેખ છે. આ મિશનમાં અગાઉ યુદ્ધમાં વિખૂટા પડેલા બાળકોને પરિવારો સાથે મિલાવવા માટે વપરાયેલા રાજદ્વારી સંપર્ક માધ્યમોનો ઉપયોગ કરાયો હતો. બંને દેશોના સૈન્ય, માનવતાવાદી અને સરકારી અધિકારીઓએ સંકલન સાથે પ્રક્રિયા પૂરી કરી હતી.
મેલાનિયાએ જણાવ્યું કે અમેરિકાએ દરેક તબક્કે જવાબદારી નિભાવી છે અને મિશન પૂરું થાય ત્યાં સુધી સંપર્ક જાળવ્યો હતો. તેમણે બંને દેશોના રચનાત્મક અભિગમની પ્રશંસા કરી હતી.