મહેસાણા જિલ્લાના વિસનગરમાં દૂધના ટેન્કરે એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતાં બે લોકોના મોત થયા છે. અકસ્માત કાંસા ચોકડી નજીક થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકો ઘરેથી વરૂણી ભરવા નીકળ્યા હતા. રસ્તામાં ટેન્કરની અડફેટે આવતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માતની જાણ થતાં કાંસા ચોકડી પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને આગળની તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતે વિસનગરમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસ ટેન્કર ચાલક સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.