સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણાના કડીમાં પરિણીત પ્રિયા સાથે કુંવારા સનીનો પ્રેમસંબંધ: પરિવારના સમજાવ્યા બાદ પણ ચાલુ રહ્યો, આખરે ભાગી ગયા

મહેસાણાના કડીમાં પરિણીત પ્રિયા સાથે કુંવારા સનીનો પ્રેમસંબંધ: પરિવારના સમજાવ્યા બાદ પણ ચાલુ રહ્યો, આખરે ભાગી ગયા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આદુંદરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક કુંવારા યુવક સની અને પરિણીત યુવતી પ્રિયા વચ્ચેનો પ્રેમસંબંધ પરિવારની સમજાવટ બાદ પણ ચાલુ રહ્યો અને આખરે બન્ને ભાગી જવાના બનાવમાં પરિણમ્યો.

આદુંદરા ગામે રહેતા પ્રવીણભાઈ રાવળનો 20 વર્ષનો દીકરો સની 8મા ધોરણ સુધી ભણ્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેણે અભ્યાસ છોડી દીધો અને ઘરનું ગુજરાન ચલાવવા લાગ્યો. સનીના લગ્ન હજુ થયા નહોતા.

સનીની ઓળખાણ 7મા ધોરણમાં પ્રિયા સાથે થઈ હતી. પ્રિયા સનીના સગા કાકાની પત્નીની નાની બહેન હતી અને આદુંદરા ગામે જ રહેતી હતી. બન્ને એક જ શાળામાં ભણતા હોવાથી અને સગાં હોવાથી તેમની વચ્ચે વાતચીત થતી રહેતી. ધીરે ધીરે આ વાતચીત વધતી ગઈ. પ્રિયાએ પણ 9મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પછી છોડી દીધો.

સમય જતાં પ્રિયાની ઉંમર લગ્નલાયક થતાં પરિવારે બાવળા તાલુકાના સાંકોડ ગામે તેના લગ્ન કરાવી દીધા. પરંતુ લગ્નજીવનમાં મનદુઃખને કારણે પ્રિયા વર્ષ 2022માં પિયર આદુંદરા પાછી આવી ગઈ. તે સમયે સની પણ ત્યાં જ રહેતો હતો. બન્ને ફરી સંપર્કમાં આવ્યા અને તેમની વચ્ચે પ્રેમસંબંધ શરૂ થઈ ગયો.

ગામમાં જ્યારે આ સંબંધની જાણ થઈ ત્યારે સનીના કાકાએ તેને સમજાવ્યો કે પ્રિયા પરિણીત છે અને તેનો અલગ સંસાર છે, તેથી તેને ભૂલી જા. પ્રિયાની માતાએ પણ તેને સમજાવી કે તારા લગ્ન થઈ ગયા છે અને સની સાથેનો સંબંધ યોગ્ય નથી. માતાની સમજાવટથી પ્રિયા સાસરે પાછી ગઈ, પરંતુ તે સનીને ભૂલી શકી નહીં. એક રાત્રે તેણે સનીને ફોન કર્યો અને કહ્યું કે તે તેના વગર રહી શકતી નથી. સનીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં પ્રિયા માની નહીં અને બન્ને વચ્ચે ફરી પ્રેમસંબંધ શરૂ થઈ ગયો.

બન્નેના પરિવારો આ સંબંધ સ્વીકારવા તૈયાર નહોતા, તેથી તેમણે ભાગી જવાનું નક્કી કર્યું. જાન્યુઆરી 2026માં બન્ને મળ્યા અને ભાગીને અંબાજી પહોંચી ગયા. આ વાતની જાણ ગામમાં થતાં હાહાકાર મચી ગયો અને આખો પરિવાર તેમને શોધવા નીકળ્યો.