સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણા: ગણપત યુનિવર્સિટીના ચેરમેનની ચેતવણી — દીકરીઓ મેડલ જીતે છે, દીકરાઓ દારૂ-ડ્રગ્સ તરફ

મહેસાણા: ગણપત યુનિવર્સિટીના ચેરમેનની ચેતવણી — દીકરીઓ મેડલ જીતે છે, દીકરાઓ દારૂ-ડ્રગ્સ તરફ

મહેસાણા ખાતે ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે પાટીદાર સમાજના યુવકોમાં દારૂ અને ડ્રગ્સનું વ્યસન વધી રહ્યું હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સમાજની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને મેડલ જીતી રહી છે, જ્યારે દીકરાઓ નશાના રવાડે ચઢી રહ્યા છે. આ વિરોધાભાસ સમાજ માટે ગંભીર ચેતવણી છે.

ગણપત પટેલે જણાવ્યું કે સમાજ આર્થિક રીતે સદ્ધર બનતો જાય છે, તેમ તેની સાથે સામાજિક દૂષણો પણ પ્રવેશ્યાં છે. આર્થિક સધ્ધરતા સાથે નૈતિક મૂલ્યોનો અભાવ આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ છે. યુવાનો પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા હોવાનું જણાવી તેમણે કહ્યું કે આનાથી કૌટુંબિક અને સામાજિક સંતુલન પણ જોખમાય છે.

તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી કે સંસ્થાગત પ્રયાસો પૂરતા નથી. વાલીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજના આગેવાનોએ સાથે મળીને યુવા પેઢીને બચાવવા માટે મજબૂત સામાજિક અભિયાન ચલાવવું જરૂરી છે. સમયસર પગલાં ન લેવાય તો આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમય બનશે તેવી તેમણે ચેતવણી આપી છે.