સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણામાં ઇયળનો ઉપદ્રવ: 8-10 હજાર વીઘા પાકને નુકસાન, ખેડૂતોને સહાયની માંગ

મહેસાણામાં ઇયળનો ઉપદ્રવ: 8-10 હજાર વીઘા પાકને નુકસાન, ખેડૂતોને સહાયની માંગ

મહેસાણા જિલ્લામાં ઇયળના ઉપદ્રવથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો દાવો છે કે પાકને બચાવવા માટે વારંવાર દવાનો છંટકાવ કરવા છતાં ઇયળનો ઉપદ્રવ નિયંત્રણમાં આવતો નથી. આથી તેઓ આર્થિક સંકટનો સામો કરી રહ્યા છે.

એક ખેડૂતના જણાવ્યા અનુસાર, એક વીઘા જમીનમાં ખેતી પાછળ લગભગ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. હાલ આ પરિસ્થિતિ મહેસાણા અને આસપાસના ગામોમાં ઓછામાં ઓછી 8 થી 10 હજાર વીઘા જમીનને અસર કરી રહી છે. પાકને થનારા મોટા આર્થિક નુકસાનના ડરથી ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે આર્થિક સહાય અને પાક વીમા યોજના હેઠળ યોગ્ય વળતરની માંગ કરી છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકના નુકસાનનો સર્વે શરૂ કર્યો છે. ખેડૂતોને આશા છે કે પાક વીમા યોજના હેઠળ વહેલી તકે નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે અને તેમને વળતર મળશે. હવે સરકાર કેવો પ્રતિસાય આપે છે અને શું સહાય જાહેર કરે છે તેના પર સૌની નજર છે.