સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની માતા-પુત્રીની લાશ કડી પાસે નર્મદા કેનાલમાંથી મળી, પરિવારે કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો

અમદાવાદની માતા-પુત્રીની લાશ કડી પાસે નર્મદા કેનાલમાંથી મળી, પરિવારે કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો

મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના નરસિંહપુરા નજીક નર્મદા કેનાલમાંથી બે મહિલાઓના મૃતદેહ મળવાના બનાવમાં નવો ખુલાસો થયો છે. અમદાવાદથી બેન્કમાં પૈસા ઉપાડવાનું કહીને ઘરેથી નીકળેલી માતા અને તેમની સગીર દીકરીએ કડી નજીક નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

બનાવની જાણ થતાં જ કડી પોલીસે મોડી રાત સુધી ભારે જહેમત ઉઠાવીને બંનેના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ કડી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવીને પોલીસે લાશ પરિવારજનોને સોંપી દીધી હતી. જોકે, આ દુઃખદ ઘટના બાદ મૃતકના પરિવારે આ મામલે આગળની કોઈ પોલીસ કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિતના જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ચારે બાજુ ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ આવેલા આ સારા વરસાદને પગલે મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવું જીવતદાન મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

અમરેલી જિલ્લામાં બપોર પછી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામમાં માત્ર એક કલાકમાં જ પાંચ ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ ખાબકતાં ગામના મુખ્ય રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ગામનું તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું હતું.

અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી, હાઉસિંગ બોર્ડ અને નાગનાથ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલા પંથકના ધોબા, પીપરડી અને ભમોદરા જેવા ગામોમાં સતત ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે. જાફરાબાદના દરિયાકિનારા વિસ્તારમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારો જાણે સ્વિમિંગપુલમાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે બગસરા અને ધારીના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ પડતાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં 1.61 ઈંચ જેટલો વરસાદ પડતાં મધુરમ, વૃંદાવન સોસાયટી, ભવનાથ, આઝાદ ચોક અને સરદાર બાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝાંઝરડા તરફ જતા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને એક બોલેરો કાર પણ ફસાઈ ગઈ હતી.

ગિરનાર અને દાતાર પર્વત પર પડેલા ભારે વરસાદથી ગિરનારનાં ઝરણાં વહેતાં થયા છે અને દામોદર કુંડ તથા વિલિંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ ઉપરાંત કેશોદમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે માણાવદર, વિસાવદર, માળીયા હાટીના અને વંથલીમાં પણ વીજળીના કડાકા સાથે ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા હતા.