સત્ય. સાહસ. સંકલ્પ.

મારુતિ ડિઝાયર CNG હવે ઓટોમેટિક, 1 કિલો ગેસ પર 36.47 કિમી

મારુતિ ડિઝાયર CNG હવે ઓટોમેટિક, 1 કિલો ગેસ પર 36.47 કિમી

મારુતિ સુઝુકીએ તેની લોકપ્રિય સેડાન ડિઝાયરનું નવું મોડેલ બજારમાં લાવ્યું છે. આ નવા મોડેલમાં ખાસ કરીને CNG વેરિઅન્ટમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે – પહેલી વાર CNG કારમાં ઓટોમેટિક ગિયરબોક્સ (AMT)નો વિકલ્પ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધી CNG વાહનો ફક્ત મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં જ ઉપલબ્ધ હતા, જેના કારણે શહેરના ભારે ટ્રાફિકમાં ડ્રાઇવિંગ કરવું મુશ્કેલ બનતું હતું. હવે કંપનીએ તેની ફેક્ટરી-ફિટેડ S-CNG ટેકનોલોજી સાથે 5-સ્પીડ AMT ગિયરબોક્સ આપ્યું છે, જે શહેરના ટ્રાફિકમાં સરળ અને આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ આપે છે.

કંપનીના દાવા મુજબ, નવી ડિઝાયર CNG 1 કિલોગ્રામ CNG પર આશરે 36.47 કિલોમીટરનું અંતર કાપે છે. આ સાથે તે દેશની સૌથી વધુ માઇલેજ આપતી સેડાનમાં ગણાય છે. રોજ લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે આ કાર ઇંધણ ખર્ચમાં નોંધપાત્ર બચત કરાવશે.

એન્જિનની વાત કરીએ તો, નવી ડિઝાયરમાં 1.2-લિટર 3-સિલિન્ડર Z-Series પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. CNG મોડમાં તે 69 bhp પાવર અને 101.8 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. પેટ્રોલ વર્ઝનની તુલનામાં CNG મોડમાં પાવર થોડો ઓછો રહે છે. કારમાં ઇકો અને પાવર મોડ જેવા વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, નવી ડિઝાયરમાં 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.