ભારતીય ઓટોમોબાઈલ બજારમાં સૌથી વધુ વેચાતી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકીએ તેની ત્રણ લોકપ્રિય કાર - સ્વિફ્ટ, ડિઝાયર અને બલેનોને CNG ઓટોમેટિક (AMT) વર્ઝનમાં લોન્ચ કરી છે. અત્યાર સુધી CNG કારમાં મેન્યુઅલ ગિયરબોક્સ જ મળતું હતું. નવા વર્ઝનથી ગ્રાહકોને ટ્રાફિકમાં ગિયર બદલવાની તકલીફમાંથી રાહત મળશે. આ સાથે ઈંધણ ખર્ચ પણ ઘટશે.
કિંમતો (એક્સ-શોરૂમ)
મારુતિ સ્વિફ્ટ CNG AMTની શરૂઆત 7.92 લાખ રૂપિયાથી થાય છે. તે VXi, VXi(O) અને ZXi વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
મારુતિ ડિઝાયર CNG AMTની કિંમત 8.53 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે VXi અને ZXi ટ્રીમમાં મળે છે. ટોપ મોડેલ ZXiની કિંમત 9.53 લાખ રૂપિયા છે.
મારુતિ બલેનો CNG AMT ડેલ્ટા વેરિઅન્ટની શરૂઆતી કિંમત 8.32 લાખ રૂપિયા છે. ઝીટા (Zeta) વેરિઅન્ટની કિંમત 9.32 લાખ રૂપિયા છે.
માઈલેજ
કંપનીના દાવા મુજબ, આ ઓટોમેટિક CNG વેરિઅન્ટ તેમના મેન્યુઅલ મોડેલ કરતા વધુ માઈલેજ આપે છે. ડિઝાયર CNG AMT 36.47 કિમી/કિલોગ્રામ, સ્વિફ્ટ CNG AMT 35.34 કિમી/કિલોગ્રામ અને બલેનો CNG AMT 34.47 કિમી/કિલોગ્રામ માઈલેજ આપે છે.
બુટ સ્પેસ
સ્વિફ્ટ અને ડિઝાયરમાં 55-લિટરની સિંગલ CNG ટાંકી ડિકીમાં અને સ્પેર વ્હીલ તેની બાજુમાં ગોઠવાયેલા છે. બલેનોમાં પણ આ જ સેટઅપ છે. ટ્વીન-સિલિન્ડર ટેકનોલોજી ન વપરાતા ટ્રંકમાં સામાન મૂકવાની જગ્યા મર્યાદિત થાય છે.