ગુજરાતી ફિલ્મ 'મારફાડ મમ્મી'નું મુહૂર્ત શૂટિંગ તાજેતરમાં નવરાત્રિના પાવન અવસર પર કરવામાં આવ્યું છે. આ શૂટિંગમાં ફિલ્મના મુખ્ય કલાકારો અને નિર્માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
'મારફાડ મમ્મી' એક કોમેડી ફિલ્મ છે, જેમાં મુખ્ય ભૂમિકામાં હિતુ કનોડિયા અને મોના થીબા જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક ફૈઝલ હાશ્મી છે, જેમણે 'ફાટી ને' ફિલ્મ માટે ખ્યાતિ મેળવી છે. ફિલ્મને હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન્સ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવી રહી છે અને તન્ના પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ કરવામાં આવી રહી છે. ફિલ્મના પટકથા લેખક ફેનિલ દવે અને ફૈઝલ હાશ્મી છે.
ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે અને અન્ય કલાકારોની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે મોના થીબાએ આ વર્ષે 'ક ખ ગ ઘ' અને 'શક્તિ' ફિલ્મોમાં કામ કર્યું છે. 'શક્તિ'માં તેમનો મેકઅપ લુક ચર્ચામાં રહ્યો હતો. હિતુ કનોડિયાની વાત કરીએ તો, આ વર્ષે અત્યાર સુધી તેમની 'જય કન્હૈયાલાલ કી', 'બેહદ', 'ક ખ ગ ઘ' અને 'લાયક નાલાયક' ફિલ્મો રિલીઝ થઈ છે. તેમની આગામી ફિલ્મ 'ચોર નંબર 1' છે.
હિતુ કનોડિયાએ આ વર્ષે માર્ચ મહિનામાં 'હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન્સ' શરૂ કર્યું છે. આ બેનર હેઠળની પહેલી ફિલ્મ 'એ આયું..' છે, જે નવેમ્બરમાં રિલીઝ થવાની ધારણા છે.