ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગામમાં યોજાયેલી એક બેઠકમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષ પર આકરો પ્રહાર કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના મેલુ ઉપાવડા અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં વસાવાએ કહ્યું કે અમુક જ્ઞાતિઓને નિશાન બનાવવું યોગ્ય નથી.
વસાવાએ આરોપ લગાવ્યો કે શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વર્ષોથી સત્તાથી દૂર હોવાથી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જંગલની જમીનનો પ્રશ્ન કેવી રીતે ઉકેલવો તે અંગે ચર્ચા કરવાને બદલે વિપક્ષ લોકોને ભમાવીને રાજનીતિ કરી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું.
આ બેઠકમાં તેમણે પોતાના પક્ષના નેતાઓને પણ વાત કરી. પંચમહાલના પ્રભારી હર્ષદ વસાવા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય કિરણ વસાવાને ક્વોરી ચલાવવામાં પોતાનો સ્વાર્થ ન જોવા અને પૈસા કમાવવા માટે બીજાને નુકસાન ન કરવાની સલાહ આપી. ક્વોરીની ધૂળથી ખેતી બરબાદ થાય છે, તેથી આવું પાપ ન કરવા તેમણે જણાવ્યું.