નર્મદા જિલ્લાના રાજપીપળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર, કામની ગુણવત્તા અને પક્ષ શિસ્ત અંગે ગંભીર નિવેદનો કર્યા છે.
વસાવાએ જણાવ્યું કે ભાજપમાં રહીને બીજા રાજકીય પક્ષો, જેમ કે આમ આદમી પાર્ટી (AAP) કે કોંગ્રેસને મદદ કરનારા કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવશે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં.
તેમણે ભ્રષ્ટાચાર કરનારા લોકો સામે નારાજગી વ્યક્ત કરી અને આવા તત્વોથી સાવધાન રહેવા સલાહ આપી. તેમણે દાવો કર્યો કે સત્તામાં રહેલા લોકો પણ ક્યારેક હપ્તા લેતા હોય છે.
વસાવાએ જાહેર કામોમાં થતી લોલમલોલ અને ગુણવત્તા વગરના કામો પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે હલકી ગુણવત્તાવાળા કામો સ્વીકારવામાં આવશે નહીં.
ભાજપને ઊભું કરવા માટે ઘણા લોકોએ પરિશ્રમ કર્યો છે તેનો ઉલ્લેખ કરતાં વસાવાએ કહ્યું કે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પારદર્શક વહીવટ અને મૂલ્ય આધારિત રાજનીતિની વાત કરે છે. તેથી પાર્ટીના સિદ્ધાંતો જાળવીને પારદર્શક વહીવટ આપવો જરૂરી છે.