સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢના માંગરોળમાં હડકાયા કૂતરાના હુમલામાં 10-12 લોકો ઘાયલ, 3-4ની હાલત ગંભીર

જૂનાગઢના માંગરોળમાં હડકાયા કૂતરાના હુમલામાં 10-12 લોકો ઘાયલ, 3-4ની હાલત ગંભીર

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બુધવારે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. શાપુર રોડ અને લાલબાગ વિસ્તારમાં એક જ કૂતરાએ નાના બાળકો સહિત 10થી 12 લોકોને બચકાં ભર્યા હતા.

હુમલામાં ઘાયલોને તાત્કાલિક માંગરોળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 3થી 4 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોની માંગરોળ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માંગરોળમાં રખડતા કૂતરા અને ઢોરના ત્રાસને કારણે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.