કચ્છના માંડવીમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક જ દિવસમાં 7 ઇંચ વરસાદ પડતાં શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે અને નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. આ સીઝનમાં પહેલીવાર નદીઓ છલકાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. માંડવી સહિત કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનું જોર વધ્યું છે.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની યાદી અમિત ચાવડાએ રદ કરતાં વિવાદ સર્જાયો છે. ગુલાબસિંહે કહ્યું કે 'અમારે કોંગ્રેસ સામે નહીં, ભાજપ સામે લડવું છે. મને પ્રમુખ પદેથી હટાવી દો.'
રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ખાલિસ્તાની ગ્રુપના નામે મળી છે. વાડીનાર પોર્ટથી ન્યારા રિફાઈનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી અપાઈ છે. બોમ્બ-ડોગ સ્ક્વોર્ડ અને SOGના ચેકિંગમાં શંકાસ્પદ વસ્તુ મળી નથી.
ગુજરાતમાં પહેલીવાર 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ' યોજાઈ છે. જેમાં 66 દેશના 2 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. 125 સ્ટોલમાં 'વેસ્ટ ટુ વેલ્થ'ના મોડલ મુકાયા છે.
કેદારનાથ મંદિરે પ્રથમવાર 12 લાખ રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. વડોદરાના એક ગ્રુપે 3 દિવસની મહેનતથી માંજલપુરના પૂર્વ MLA સ્વ. યોગેશ પટેલનો સંકલ્પ પૂર્ણ કર્યો છે.
રાજકોટના કાલાવડ રોડ પરની એમ.જી. હોસ્ટેલમાં શાકમાંથી મરેલું જીવડું નીકળતાં હોબાળો થયો છે. રસોડામાંથી સડેલા ડુંગળી-બટેટા મળ્યાં છે. વિદ્યાર્થીઓએ અધિકારીઓ પોલીસના નામે ધમકાવતા હોવાનો આરોપ લગાવ્યો છે.
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ઉત્તરપ્રદેશના એક યુવકે પેન્ટથી પંખે લટકી આપઘાત કર્યો છે. ટ્રેનમાં જામનગરથી યુપી જતા કોઈએ હેરાન કરતાં તે અમદાવાદ ઉતર્યો હતો અને ફરિયાદ કરતાં પોલીસ સ્ટેશન લવાયો હતો.
અમદાવાદમાં આજે વહેલી સવારે બે અકસ્માત થયા છે. પાલડીમાં અંજલિ બ્રિજ પાસે રોંગ સાઈડ આવતા ટ્રક સાથે ટક્કર થતાં બે યુવકો કચડાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું છે. એસ.જી. હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈને બુકડો થઈ ગઈ હતી.
ગાંધીનગરમાં ડિવોર્સી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો છે. મૃતક શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવશે. અમિત શાહ 17 સપ્ટેમ્બરે ગુજરાત આવશે અને વડનગરથી વારાણસી રેલીને પ્રસ્થાન કરાવશે.