સત્ય. સાહસ. સંકલ્પ.

પૂજાનો સમય ન મળે તો? જાણો માનસ પૂજાની રીત અને તેનું મહત્વ

પૂજાનો સમય ન મળે તો? જાણો માનસ પૂજાની રીત અને તેનું મહત્વ

ઘરમાં દૈનિક પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે. તેનાથી મન પવિત્ર, શાંત અને એકાગ્ર બને છે. પૂજા દરમિયાન નકારાત્મક વિચારો દૂર થાય છે અને શ્રદ્ધા દૃઢ બને છે. નિયમિત દીવા-આરતીથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને બાળકોમાં સંસ્કારો પણ ઉતરે છે.

આજની વ્યસ્ત જિંદગીમાં ઘણા લોકોને પૂજા માટે સમય નથી મળતો. આવી સ્થિતિમાં માનસ પૂજાનો વિકલ્પ છે. માનસ પૂજા એટલે મનથી કરેલી પૂજા, જેમાં શ્રદ્ધા અને ભક્તિ મુખ્ય હોય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે પવિત્ર હૃદય અને નિષ્ઠાપૂર્વકની ભક્તિ જ સાચું પૂજન છે.

માનસ પૂજાની રીત સરળ છે. કોઈ પણ શુદ્ધ સ્થાને બેસીને, આંખો બંધ કરીને, ભગવાનનું ધ્યાન કરો અને તેમને પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે અર્પણ કરવાની કલ્પના કરો. મનમાં જ ભગવાનની આરતી કરો અને પ્રાર્થના કરો. આ પ્રકારની પૂજા માટે કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી, ફક્ત શ્રદ્ધા અને ભક્તિ જ જોઈએ.

નિયમિત ધાર્મિક ક્રિયાઓ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે. જો પરિવારના એક સભ્ય પણ નિત્ય પૂજા કરે, તો બાળકો તેને જોઈને સંસ્કારી બને છે અને પરિવારમાં પ્રેમ અને એકતા વધે છે. ભાગદોડ ભરી જીવનમાં પૂજા એક એવું માધ્યમ છે જે આપણને ઈશ્વર સાથે જોડે છે અને આત્મસંતોષ આપે છે. તેથી જો સમય મળે તો વિધિવત પૂજા કરો, નહીં તો માનસ પૂજાથી પણ પ્રભુની કૃપા મેળવી શકાય છે.