સત્ય. સાહસ. સંકલ્પ.

મમતા કુલકર્ણીનો સાધ્વી અવતાર છોડી ગ્લેમરસ લુકમાં ડાન્સ, વીડિયો વાયરલ

મમતા કુલકર્ણીનો સાધ્વી અવતાર છોડી ગ્લેમરસ લુકમાં ડાન્સ, વીડિયો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી હાલમાં ચર્ચામાં છે. 14મા રાજસ્થાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમણે સાધ્વીના ભગવા વસ્ત્રો છોડીને ગ્લેમરસ વેસ્ટર્ન લુકમાં ડાન્સ કર્યો હતો. જયપુરમાં આયોજિત આ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્ટેજ પર જ્યારે તેમની જૂની ફિલ્મોનાં ગીતો વાગ્યાં ત્યારે તેઓ ઉત્સાહપૂર્વક નાચી ઊઠ્યાં હતાં.

મમતા કુલકર્ણીએ 'કરણ અર્જુન' ફિલ્મના ગીત 'એક મુંડા મેરી ઉમ્ર કા' અને 'ઘાતક' ફિલ્મના ગીત 'કોઈ જાયે તો લે આયે' સહિતનાં ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો. તેમની સાથે કાર્યક્રમમાં હાજર દર્શકો પણ ઝૂમી ઉઠ્યા હતા. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મમતા કુલકર્ણીએ મહાકુંભ 2025 દરમિયાન સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને તેમને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનાવવામાં આવ્યાં હતાં. જોકે, વિરોધ બાદ તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેઓ ભગવા વસ્ત્રોમાં સાધ્વી તરીકે જોવા મળતાં હતાં. હવે ફરી એકવાર તેમનો આધુનિક અવતાર સામે આવતાં ચાહકો આશ્ચર્યચકિત થયા છે.