અરવલ્લી જિલ્લાના માલપુર વન વિભાગની કચેરીમાં ત્રણ લોકોને માર મારવાના આરોપે ચકચાર મચી છે. સુરજપુર અને સવાપુર ગામના બે પુરુષ અને એક મહિલા સાથે કચેરીમાં મારપીટ થઈ હોવાનું કહેવાય છે. આ મામલે વન વિભાગના RFO પંડ્યા અને તેમના સ્ટાફ પર આરોપ લગાવાયો છે.
ઘટના બાદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વન વિભાગના કર્મચારીઓ સાથે RFOની હાજરીમાં આ મામલે ગંભીરતાથી સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને અધિકારીઓને પણ સંભળાવ્યું હતું.
આક્ષેપો અંગે વન વિભાગ શું પગલાં લે છે અને ઘટનાની સાચી હકીકત શું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સ્થાનિક સ્તરે પણ ઘટનાની ચર્ચા જોર પકડી છે.