સત્ય. સાહસ. સંકલ્પ.

મહિન્દ્રા XUV 3XO ZNG લોન્ચ: 24.7 કિમી/કિલો માઇલેજ, કિંમત ₹9.99 લાખથી શરૂ

મહિન્દ્રા XUV 3XO ZNG લોન્ચ: 24.7 કિમી/કિલો માઇલેજ, કિંમત ₹9.99 લાખથી શરૂ

મહિન્દ્રાએ ભારતીય બજારમાં તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV XUV 3XOનું નવું CNG વર્ઝન લોન્ચ કર્યું છે. KUV100 પછી આ કંપનીની પહેલી ફેક્ટરી-ફિટેડ CNG પેસેન્જર કાર છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹9.99 લાખ છે. આ નવા CNG મોડેલ સાથે ગ્રાહકો પાસે હવે XUV 3XO રેન્જમાં પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક પછી ચોથો ફ્યૂલ વિકલ્પ ઉપલબ્ધ થશે.

કંપનીએ તેને ચાર ટ્રિમમાં રજૂ કર્યું છે. MX Edge ZNGની કિંમત ₹9.99 લાખ (એક્સ-શોરૂમ) છે, જ્યારે REVX Edge (O) ZNGની કિંમત ₹10.79 લાખ, AX5 ZNGની કિંમત ₹11.19 લાખ અને ટોપ-એન્ડ REVX A ZNGની કિંમત ₹12.27 લાખ (એક્સ-શોરૂમ) છે.

XUV 3XO ZNGમાં કંપનીએ મોડર્ન ટ્વીન-સિલિન્ડર CNG સ્ટોરેજ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. બે નાના CNG સિલિન્ડર બૂટ ફ્લોરની નીચે ફિટ કરવામાં આવ્યા છે. પરંપરાગત CNG વાહનોથી અલગ, આ લેઆઉટને કારણે ડિક્કીમાં સામાન રાખવા માટે પૂરતી જગ્યા મળે છે. કંપનીએ સ્પેયર વ્હીલ (સ્ટેપની)ને બોડીની નીચે ફિટ કર્યું છે. કેબિનમાં ડેશબોર્ડ પર ઓટો એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટનની ઉપર એક અલગ CNG-પેટ્રોલ સ્વિચ બટન આપવામાં આવ્યું છે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને સ્ક્રીન પર એકસાથે પેટ્રોલ અને CNG ફ્યૂલ લેવલ દર્શાવવા માટે ટ્યુન કરવામાં આવ્યું છે.

મહિન્દ્રાએ આ કારમાં તેનું રિફાઇન્ડ 1.2-લિટર ટર્બોચાર્જ્ડ MPFI પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે પેટ્રોલ અને CNG બંને ફ્યૂલ પર ચાલી શકે છે. CNG મોડમાં પણ આ એન્જિન 114 hpની મહત્તમ પાવર અને 200 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. કંપનીએ 10-બાર ઇન્જેક્શન પ્રેશર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જે ઓટો ઉદ્યોગમાં સામાન્ય રીતે વપરાતા 5 થી 6 બાર પ્રેશર કરતાં ઘણી વધારે છે.

મહિન્દ્રાના દાવા મુજબ, XUV 3XO ZNG 24.7 કિમી/કિલોગ્રામ માઇલેજ આપે છે. સ્પીડની બાબતમાં તે માત્ર 4.9 સેકન્ડમાં 0 થી 60 કિમી/કલાક અને 11.8 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડે છે. CNG કિટ અને સિલિન્ડરોના વધારાના વજનને સંભાળવા માટે કંપનીએ સેમી-ઇન્ડિપેન્ડન્ટ રિયર સસ્પેન્શનને ખાસ મજબૂત અને અપગ્રેડ કર્યું છે.

સલામતીની દૃષ્ટિએ, કારમાં છ એરબેગ્સ, બધી બેઠકો માટે સીટબેલ્ટ રિમાઇન્ડર્સ, ચારેય વ્હીલ પર ડિસ્ક બ્રેક્સ અને મજબૂત રીઇન્ફોર્સ્ડ ચેસિસ આપવામાં આવી છે. મહિન્દ્રાનો દાવો છે કે CNG ડિવાઇસ ફિટ હોવા છતાં કારનું સ્ટ્રક્ચર તેના 5-સ્ટાર ક્રેશ ટેસ્ટ સલામતી રેટિંગને જાળવી રાખે છે. બજારમાં લોન્ચ થયા પછી આ કાર મારુતિ સુઝુકી બ્રેઝા અને ટાટા નેક્સનના હાલના CNG વેરિઅન્ટ્સ સાથે સીધી સ્પર્ધા કરશે.