સત્ય. સાહસ. સંકલ્પ.

મહારાષ્ટ્રમાં લંગર-ભંડારા માટે હવે FDA મંજૂરી ફરજિયાત

મહારાષ્ટ્રમાં લંગર-ભંડારા માટે હવે FDA મંજૂરી ફરજિયાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળોએ ભક્તોને પીરસવામાં આવતા લંગર, ભંડારા અને મહાપ્રસાદ માટે હવે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ની પરવાનગી લેવી ફરજિયાત બની છે. FDAએ આ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો હેતુ મોટા પાયે ખાદ્ય વિતરણમાં સ્વચ્છતા અને પોષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે.

આ નિર્ણયને મુંબઈના દાદર ગુરુદ્વારા સમિતિએ આવકાર્યો છે. સમિતિના સભ્ય બલવીર સિંહે જણાવ્યું કે ભક્તોને સ્વચ્છ અને સલામત ખોરાક આપવો એ તેમની પ્રાથમિકતા છે અને FDAના નિયમોનું પાલન કરવામાં આવશે. દાદર ગુરુદ્વારામાં દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ લંગર લેવા આવે છે, જેમાં કેન્સરના દર્દીઓ પણ સામેલ છે.

ગુરુદ્વારા સમિતિએ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા આ પગલાને સકારાત્મક ગણાવ્યો છે. સમિતિના જણાવ્યા અનુસાર, ભોજન તૈયાર કરવાથી લઈને પીરસવા સુધી કડક સ્વચ્છતા જાળવવામાં આવે છે, જેમાં 25 જેટલા સ્ટાફ સભ્યો કાર્યરત છે.

નવી માર્ગદર્શિકા અંતર્ગત, ધાર્મિક સંસ્થાઓએ FDAની મંજૂરી માટે અરજી કરવી પડશે અને ખાદ્ય સામગ્રી, બનાવટની પ્રક્રિયા અને પીરસવાની પદ્ધતિમાં ધોરણોનું પાલન કરવું પડશે. આનાથી શ્રદ્ધાળુઓને પૌષ્ટિક અને સલામત ભોજન મળી શકશે.