સત્ય. સાહસ. સંકલ્પ.

મધ્યપ્રદેશના સાગરમાં ઝેરી દારૂથી 9 મોત, ચાર ગામમાં સ્ક્રીનિંગ ચાલુ

મધ્યપ્રદેશના સાગરમાં ઝેરી દારૂથી 9 મોત, ચાર ગામમાં સ્ક્રીનિંગ ચાલુ

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી નવ લોકોના મોત થયા છે. આ ઘટના ચાર અલગ-અલગ ગામોમાં બની છે. શનિવારે રાત્રે દારૂ પીધા બાદ અનેક લોકોની તબિયત લથડી હતી. તેમને બંડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ડોક્ટરોએ નવ લોકોને મૃત જાહેર કર્યા હતા.

અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રશાસન ઘરે-ઘરે સ્ક્રીનિંગ કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે લોકોને અપીલ કરી છે કે જો કોઈએ છેલ્લા 24 થી 48 કલાકમાં દારૂ પીધો હોય અથવા કોઈ અસામાન્ય લક્ષણ દેખાય, તો તરત તબીબી તપાસ કરાવે.

આ પહેલા ગુજરાતના ભાવનગર જિલ્લામાં પણ ઝેરી દારૂથી 13 લોકોના મોત થયા હતા. તે કેસમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 39 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.