સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યુઝીલેન્ડને ઝટકો: લોકી ફર્ગ્યુસન છેલ્લી બે T20 મેચમાંથી બહાર

ન્યુઝીલેન્ડને ઝટકો: લોકી ફર્ગ્યુસન છેલ્લી બે T20 મેચમાંથી બહાર

ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સારી રીતે શરૂ થયો છે. ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ મેચ જીતીને પાંચ મેચની T20 શ્રેણી પોતાને નામ કરી લીધી છે. હવે શ્રેણીમાં ફક્ત બે મેચ બાકી છે.

આ વચ્ચે ન્યુઝીલેન્ડને ચોથી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેમનો ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન શ્રેણીની છેલ્લી બે મેચમાં રમી શકશે નહીં. તેની જગ્યાએ મેથ્યુ ફિશરને ટીમમાં સ્થાન મળ્યું છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ગુરુવારે જાહેરાત કરી હતી કે ફર્ગ્યુસન બીજી T20 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બોલિંગ કરતી વખતે તેના જમણા પગમાં દુખાવો થયો હતો. સ્કેનનાં તારણો પ્રમાણે ઈજા ગંભીર નથી, પરંતુ તેને સાજા થવા માટે લગભગ એક અઠવાડિયાનો આરામ કરવો પડશે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ફર્ગ્યુસન પછીની બે વનડે મેચમાં ટીમમાં પરત ફરે તેવી આશા છે.