ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શન થતાં દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે લગભગ 7:30 વાગ્યે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ તેમની તબિયત સ્થિર છે. પલ્મોનરી વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.