સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢ: નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમ્પસમાં સિંહ દેખાયો, વિદ્યાર્થીઓમાં ફફડાટ

જૂનાગઢ: નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમ્પસમાં સિંહ દેખાયો, વિદ્યાર્થીઓમાં ફફડાટ

જૂનાગઢ શહેરમાં આવેલી નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમ્પસમાં સિંહ દેખાયો હોવાની ઘટના સામે આવી છે. યુનિવર્સિટીનું સંકુલ ગિરનાર જંગલની સરહદે આવેલું છે, જ્યાં ગુરુવારે ધોળા દિવસે સિંહ જોવા મળ્યો હતો. સિંહ દેખાતાં વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો.

યુનિવર્સિટી તંત્રે વન્યજીવોની વધતી અવરજવરને ધ્યાનમાં લઈને એલર્ટ મોડમાં આવી ગયું છે અને પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને સતર્ક કર્યા છે. પરિપત્ર મુજબ, વિદ્યાર્થીઓ અને સ્ટાફે માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે. જંગલ તરફ જતા રસ્તે ન જવા અને વન્યજીવો સામે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. ઈમરજન્સી માટે વન વિભાગના નંબર પણ જાહેર કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગિરનાર અને ઉપરકોટ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. વન્યજીવોની અવરજવર વધતાં યુનિવર્સિટીએ વનસંરક્ષણ કાયદા અંગે જાગૃતિ લાવવાના પગલાં પણ લીધા છે.