સત્ય. સાહસ. સંકલ્પ.

બાવળા-અમદાવાદ રોડ પર લીમેક કંપનીમાં ભીષણ આગ, આખો પ્લાન્ટ આગની લપેટમાં

બાવળા-અમદાવાદ રોડ પર લીમેક કંપનીમાં ભીષણ આગ, આખો પ્લાન્ટ આગની લપેટમાં

અમદાવાદ જિલ્લાના બાવળા-અમદાવાદ રોડ પર આવેલી લીમેક કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ છે કે આખો પ્લાન્ટ આગની લપેટમાં આવી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચલાવી રહી છે.

આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. કંપનીના કર્મચારીઓએ સમયસર પ્લાન્ટ ખાલી કરી દેતાં જાનહાનિના સમાચાર નથી. જોકે, નુકસાનની સંપૂર્ણ વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમો સતત પ્રયાસો કરી રહી છે.

લીમેક ગ્રૂપ ભારતમાં કન્ફેક્શનરી, લોઝેન્જિસ અને કફ સિરપના ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી કંપની છે. તે 70 વર્ષનો અનુભવ ધરાવે છે અને છેલ્લા 25 વર્ષથી લોઝેન્જિસનું ઉત્પાદન કરે છે. કંપનીના ઉત્પાદન એકમોમાં જર્મની અને યુરોપની અદ્યતન મશીનરીનો ઉપયોગ થાય છે.