નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરેયા ગામે સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાયાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દિવસ દરમિયાન જાહેર રસ્તા પર દીપડો પસાર થતો જોવા મળતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
અગાઉ એક સપ્તાહ પહેલાં દીપડાના હુમલામાં એક નાના બાળકનું મોત થયું હતું, જેના કારણે લોકોમાં પહેલેથી જ ડર હતો. શેરડીના ખેતરો અને ખેતીવાડીના વિસ્તારોમાં દીપડો વારંવાર દેખાતો હોવાથી ખેડૂતો પણ ચિંતિત છે.
પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈને વન વિભાગે દીપડાને પકડવાની કવાયત શરૂ કરી છે. વિવિધ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. વન વિભાગ દીપડાની વધતી સંખ્યા નિયંત્રિત કરવા અને લોકોનો ડર દૂર કરવા માટે સંશોધન પણ કરી રહ્યું છે.