સત્ય. સાહસ. સંકલ્પ.

દક્ષિણ આફ્રિકાની કેપ્ટને 54 બોલમાં સદી ફટકારી, સ્મૃતિ મંધાનાના રેકોર્ડની બરાબરી કરી

દક્ષિણ આફ્રિકાની કેપ્ટને 54 બોલમાં સદી ફટકારી, સ્મૃતિ મંધાનાના રેકોર્ડની બરાબરી કરી

દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20I શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 80 રનના મોટા માર્જિનથી જીત મેળવી. આ જીતમાં કેપ્ટન લૌરા વોલ્વાર્ડની શાનદાર સદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી.

પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 20 ઓવરમાં 1 વિકેટે 200 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

લૌરા વોલ્વાર્ડે 62 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 16 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 54મા બોલ પર પોતાની સદી પૂરી કરી. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 18મી સદી ફટકારી, જે ભારતીય ખેલાડી સ્મૃતિ મંધાનાના વિશ્વ રેકોર્ડની બરાબરી છે. વોલ્વાર્ડ પહેલા ફક્ત સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 સદી ફટકારી હતી.

આ સદી સાથે વોલ્વાર્ડ મહિલા T20Iમાં સંયુક્ત રીતે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. તે ચમારી અટાપટ્ટુ સાથે આ સ્થાને છે.

ઝિમ્બાબ્વે સામેનો વોલ્વાર્ડનો અણનમ 126 રનનો સ્કોર દક્ષિણ આફ્રિકા માટે મહિલા T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી મોટો સ્કોર છે. અગાઉ આ રેકોર્ડ શાન્દ્રા ફ્રિટ્ઝના નામે હતો, જેણે 116 રન બનાવ્યા હતા.

લૌરા વોલ્વાર્ડ વિરાટ કોહલીની મોટી ચાહક છે. તેણે એક વખત ખુલાસો કર્યો હતો કે કોહલીને કારણે RCB તેની ફેવરીટ ટીમ છે.