સત્ય. સાહસ. સંકલ્પ.

લાઠીમાં નવરાત્રિમાં નાટકની પરંપરા જીવંત, વીર હમીરસિંહજીની ગાથાએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

લાઠીમાં નવરાત્રિમાં નાટકની પરંપરા જીવંત, વીર હમીરસિંહજીની ગાથાએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

અમરેલીના લાઠીમાં નવરાત્રિ દરમિયાન મહાકાળી નાટક મંડળ દ્વારા સ્થાનિક કલાકારો દ્વારા નાટકની પરંપરા જાળવવામાં આવી રહી છે. આ વર્ષે 'આવી પણ એક નવરાત્રિ' નાટક ભજવવામાં આવ્યું હતું, જેમાં વીર હમીરસિંહજી ગોહિલના જીવન અને શૌર્યની ગાથા રજૂ કરવામાં આવી હતી.

પરંપરાગત વેશભૂષામાં સજ્જ કલાકારોએ દમદાર અભિનય કર્યો હતો. તેમના પ્રભાવશાળી સંવાદોથી ઉપસ્થિત દર્શકો ભાવવિભોર થઈ ગયા હતા. આ નાટક દ્વારા નવી પેઢી સુધી ભવ્ય ઇતિહાસ પહોંચાડવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

આજના ડિજિટલ યુગમાં જ્યારે ઘણી પ્રાચીન પરંપરાઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે લાઠીમાં નાટ્ય સંસ્કૃતિ જીવંત રહી છે. કવિ કલાપીની ભૂમિ લાઠીમાં મહાકાળી નાટક મંડળ દ્વારા શૂરવીરોની અમર ગાથાઓ નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. આ પ્રયાસ સોશિયલ મીડિયાના યુગમાં પણ દર્શકોના દિલ જીતી રહ્યો છે.