મુંબઈમાં ગણેશ ચતુર્થી પહેલા લાલબાગચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી પહેલા લાલબાગના રાજાના દર્શન માટે ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
12 સપ્ટેમ્બર 1934ના પહેલી વાર અહીં લાલબાગચા રાજાની સ્થાપના કરી હતી. વર્ષ 1935થી લઈને અત્યાર સુધી, એટલે કે 90 વર્ષથી વધુ સમયથી 'કાંબલી આર્ટ્સ' નામનો એક જ પરિવાર આ ભવ્ય મૂર્તિ બનાવે છે.
દેશભરમાં દર વર્ષે ગણેશજીની બેઠક શૈલી બદલાતી રહે છે પરંતુ લાલબાગચા રાજાની સિંહાસન પર વિરાજમાન થવાની રાજવી મુદ્રા ક્યારેય બદલાતી નથી. વર્ષ 2000માં તેમના ચહેરાના હાવભાવ કાયમી ધોરણે નક્કી કરીને આ ડિઝાઈનની ઓફિશિયલ પેટન્ટ મેળવવામાં આવી હતી.
લાલબાગચા રાજાના દર્શન માટે ભક્તોને 5 થી 10 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે.