સત્ય. સાહસ. સંકલ્પ.

લક્ષદ્વીપ નજીક 3,000 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું: પાંચ પાકિસ્તાની ઝડપાયા

લક્ષદ્વીપ નજીક 3,000 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું: પાંચ પાકિસ્તાની ઝડપાયા

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત ટીમે અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં 500 કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે.

ડ્રગ્સ લઈને જઈ રહેલા પાંચેય શખસો પાકિસ્તાનના નાગરિકો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો અરબી સમુદ્રમાંથી લક્ષદ્વીપ થઈને મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો. ગુજરાત એટીએસને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે કોસ્ટ ગાર્ડ સાથે મળીને આ ઓપરેશન કરવામાં આવ્યું.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઓપરેશન રાતથી સવાર સુધી ચાલ્યું હતું. હાલ પાંચેય આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોણ તેનું નેટવર્ક ચલાવે છે તે અંગે તપાસ ચાલુ છે.