સત્ય. સાહસ. સંકલ્પ.

લાખણીમાં નકલી દસ્તાવેજોનું રેકેટ ઝડપાયું, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ વગર નકલી સર્ટિફિકેટ બનાવી પૈસા પડાવતા

લાખણીમાં નકલી દસ્તાવેજોનું રેકેટ ઝડપાયું, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ વગર નકલી સર્ટિફિકેટ બનાવી પૈસા પડાવતા

વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકામાંથી નકલી દસ્તાવેજો બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટ ફર્સ્ટ એઇડની ટ્રેનિંગ વગર નકલી સર્ટિફિકેટ બનાવીને મોટી રકમ વસૂલતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ રેકેટ બિહાર બોર્ડની ધોરણ 10ની બોગસ માર્કશીટ, આરસી બુક સહિત અન્ય નકલી દસ્તાવેજો બનાવતું હતું. આ મામલે એક સગીર સહિત ત્રણ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

એલસીબીએ શામળા રબારી અને મુકેશ માજીરાણાની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરની સંડોવણી પણ સામે આવી છે. આરોપ છે કે ઓનલાઇન લિંક મારફતે ડુપ્લિકેટ આરસી બુક બનાવવામાં આવતી હતી. પોલીસ તપાસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે.