કચ્છના ધોરડો ખાતે વિશ્વપ્રસિદ્ધ રણોત્સવ 2026-27નો 1 નવેમ્બરથી વિધિવત પ્રારંભ થયો છે. ક્ષિતિજ સુધી પથરાયેલી સફેદ મીઠાની ચાદર અને કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી સફેદ રણનો નજારો ઑક્ટોબર મહિનાથી જ ખીલી ઊઠ્યો છે. તેના કારણે પ્રવાસન સીઝન નિર્ધારિત સમય કરતાં એક મહિના વહેલી શરૂ થઈ છે. દેશ અને વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોરડોની મુલાકાતે આવી રહ્યા છે.
રણોત્સવને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સફેદ રણની સુંદરતા અને કચ્છની સંસ્કૃતિનો સંગમ રણોત્સવને વૈશ્વિક પ્રવાસન નકશા પર વિશેષ ઓળખ અપાવી રહ્યો છે.