સત્ય. સાહસ. સંકલ્પ.

ઓસ્ટ્રેલિયા-A સામે કુમાર કુશાગ્રની સદી, ભારત-Aની પ્રથમ ઇનિંગ્સ 334 રને સમાપ્ત

ઓસ્ટ્રેલિયા-A સામે કુમાર કુશાગ્રની સદી, ભારત-Aની પ્રથમ ઇનિંગ્સ 334 રને સમાપ્ત

ઓસ્ટ્રેલિયા-A સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ભારત-Aના વિકેટકીપર-બેટર કુમાર કુશાગ્રે 113 રનની ઇનિંગ્સ રમી. પ્રથમ દિવસે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ગયા બાદ તેમણે બીજા દિવસે વાપસી કરી અને 202 બોલમાં સદી પૂરી કરી.

તેમના સિવાય તનુષ કોટિયાને 69 અને સાઈ સુદર્શનએ 57 રન બનાવ્યા. કેપ્ટન દેવદત્ત પડિક્કલ 14 બોલમાં 3 રન બનાવીને આઉટ થયા. ઈન્ડિયા-એની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 334 રને ઓલઆઉટ થઈ ગઈ.

કુમાર કુશાગ્રે ભારતને સારી સ્થિતિમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણે છઠ્ઠી વિકેટ માટે તનુષ કોટિયન સાથે 266 બોલમાં 138 રનની ભાગીદારી કરી.

તનુષ કોટિયાને અડધી સદી ફટકારી, પરંતુ તેને સદીમાં બદલી શક્યા નહીં. તેમણે એક છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા.

સાઈ સુદર્શનએ પણ અડધી સદી ફટકારી. તેમણે 3 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. અમન મોખાડે 6 રન બનાવીને આઉટ થયા.

શેખ રશીદનું બેટ પણ ન ચાલ્યું. તેઓ 16 રનના સ્કોર પર આઉટ થઈ ગયા.

કેપ્ટન દેવદત્ત પડિક્કલે નિરાશ કર્યા. તેઓ ઘણા સારા ફોર્મમાં ચાલી રહ્યા છે, પરંતુ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 3 રન જ બનાવી શક્યા.