જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબા (LeT)ના કમાન્ડર લતીફ અહેમદ ભટને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ ઘટના બુધવાર, 18 નવેમ્બરના રોજ બની હતી.
મળેલી માહિતી અનુસાર, મંગળવારે મોડી સાંજે ખુફિયા જાણકારીના આધારે સુરક્ષાદળોએ વિસ્તારમાં શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. ત્યારબાદ બુધવારે સવારે ચાર વાગ્યાના અરસામાં જંગલપોર વિસ્તારમાં ગોળીબારી શરૂ થઈ હતી, જેમાં લતીફ ઠાર માર્યો ગયો.
લતીફ અહેમદ ભટ કુલગામના નવપુરા વિસ્તારમાં CRPF પર થયેલા હુમલામાં સામેલ હોવાનું માનવામાં આવે છે. તેની શોધખોળ સુરક્ષાદળો દ્વારા ચાલી રહી હતી. આ એન્કાઉન્ટરને સુરક્ષાદળોની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.