સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના કુકાવાવમાં પૈસાના વિવાદમાં બે જૂથ વચ્ચે મારામારી, 16 સામે ફરિયાદ

અમરેલીના કુકાવાવમાં પૈસાના વિવાદમાં બે જૂથ વચ્ચે મારામારી, 16 સામે ફરિયાદ

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે ગઈકાલે બપોરે પૈસાની લેતીદેતીના મામલે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. થોડા સમયથી ચાલી આવતી અદાવત ગામના મુખ્ય માર્ગો પર જાહેરમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. બંને પક્ષે ધોકા અને લાકડીઓ વડે સામસામે મારામારી કરવામાં આવી હતી.

ધોળા દિવસે થયેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં નાસભાગ સર્જાઈ હતી. મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પંથકમાં ચિંતાનો માહોલ છે.

આ ઘટના અંગે ભરત ઉર્ફે કાંબલી ઘાધલે વડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમાં 16 શખ્સો સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

જાહેર શાંતિ ભંગને પગલે સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદો-વ્યવસ્થા કાબૂમાં લીધા બાદ શાંતિ જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.