સત્ય. સાહસ. સંકલ્પ.

નિવૃત્તિ પછી કે.એસ. ભરત UAE તરફથી રમવા માંગે છે, કહ્યું- 'મારામાં હજુ ઘણું ક્રિકેટ બાકી'

નિવૃત્તિ પછી કે.એસ. ભરત UAE તરફથી રમવા માંગે છે, કહ્યું- 'મારામાં હજુ ઘણું ક્રિકેટ બાકી'

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર અને બેટર કે.એસ. ભરતે જૂન ૨૦૨૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે ૩૩ વર્ષીય ભરત યુએઈ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માંગે છે. હાલમાં દુબઈમાં રહેતા ભરતે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં તેમનો 'કૂલિંગ ઓફ પિરિયડ' પૂરો થયા બાદ તેઓ યુએઈની ટીમમાં જોડાવા માંગે છે.

ભરતે ભારત તરફથી ૨૦૨૩-૨૪ દરમિયાન સાત ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ૨૦.૦૯ની સરેરાશથી ૨૨૧ રન બનાવ્યા હતા. તે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલમાં પણ રમ્યો હતો. હાલમાં તે દુબઈમાં રહે છે અને આઈસીસીની એકેડમી સુવિધાઓ સાથે જોડાઈને નિયમિત પ્રેક્ટિસ કરે છે.

ભરતે કહ્યું, 'ફેબ્રુઆરીમાં મારો કૂલિંગ ઓફ પિરિયડ પૂરો થાય છે. ત્યારબાદ હું યુએઈની રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માંગું છું.' ભારતીય ટીમમાંથી નિવૃત્તિ પછી ભરત વિશ્વભરની ટી-૨૦ લીગમાં રમવા માટે પાત્ર બન્યો હતો. તેણે ઉમેર્યું, 'દેશ માટે ક્રિકેટ રમવો એ શાનદાર અનુભવ છે, પણ એક ખેલાડી તરીકે તમે ફક્ત રમવા માંગો છો. મને લાગ્યું કે મારામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. એટલે જ મેં જૂનમાં નિવૃત્તિ જાહેર કરી અને હવે મારી નજર કૂલિંગ ઓફ પિરિયડ પૂરો કરવા પર છે, જે ફેબ્રુઆરીમાં પૂરો થશે.'