સત્ય. સાહસ. સંકલ્પ.

હોંગકોંગ સિક્સેસમાં કૃણાલ પંડ્યા કેપ્ટન, ભુવનેશ્વર કુમાર બહાર

હોંગકોંગ સિક્સેસમાં કૃણાલ પંડ્યા કેપ્ટન, ભુવનેશ્વર કુમાર બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કર્યો છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળતાં તે હોંગકોંગ સિક્સીસની છ ઓવરની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ભુવનેશ્વર મૂળ સાત સભ્યોની ભારતીય ટીમના કેપ્ટન હતા. તેમના સ્થાને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જ્યારે હોંગકોંગ સિક્સીસ 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રમાશે. તારીખો એકબીજા સાથે અથડાતી હોવાથી ભુવનેશ્વરને ટુર્નામેન્ટમાંથી ખસવું પડ્યું છે. તેમના સ્થાને ગુજરાત ટાઇટન્સના ઝડપી બોલર કુલવંત ખેજરોલિયાને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

ક્રિકેટ હોંગકોંગ, ચાઇનાએ સોશિયલ મીડિયા પર ભુવનેશ્વરને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે તે હવે ભારત માટે રમવા પાછો ફર્યો છે. આ ફેરફાર સાથે ટીમ ઈન્ડિયા હોંગકોંગ સિક્સીસમાં નવી કપ્તાની હેઠળ ઉતરશે.