સત્ય. સાહસ. સંકલ્પ.

કૃષ્ણ જન્માષ્ટમી: દ્વારકા-ડાકોર-શામળાજીમાં ભક્તિભાવ, મંગળા આરતી બાદ પંચામૃત અભિષેક

કૃષ્ણ જન્માષ્ટમી: દ્વારકા-ડાકોર-શામળાજીમાં ભક્તિભાવ, મંગળા આરતી બાદ પંચામૃત અભિષેક

આજે કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકા, ડાકોર અને શામળાજી સહિત સમગ્ર રાજ્યના હરિધામોમાં ભવ્ય મહોત્સવ શરૂ થયો છે. વહેલી સવારથી જ શામળાજી ખાતે મંગળા આરતી, પંચામૃત અભિષેક અને જળાભિષેક સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.

દ્વારકામાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. દિવસભર ચાલનારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને વિશેષ મનોરથો વચ્ચે ભક્તો હવે રાત્રિના સમયની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

બરાબર મધરાતે 12 વાગ્યે કાનુડાનો જન્મ થશે. તે ક્ષણે 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસરો ગુંજી ઊઠશે. મધરાતે જન્મની વિશેષ વિધિ પૂર્ણ થયા બાદ ભક્તોને ભગવાન બાળસ્વરૂપના આકર્ષક શણગાર અને ઝાંખીના દર્શનનો લાભ મળશે.