સત્ય. સાહસ. સંકલ્પ.

વિરાટ કોહલીનો ઇતિહાસ: વન-ડેમાં નંબર-3 પર 13,000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

વિરાટ કોહલીનો ઇતિહાસ: વન-ડેમાં નંબર-3 પર 13,000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. બુધવારે ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં તેણે ત્રીજા નંબર પર બેટિંગ કરતા 13,000 રન પૂરા કર્યા છે. આ સાથે તે વન-ડેમાં ત્રીજા નંબર પર 13,000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

કોહલીને આ સિદ્ધિ માટે 12 રનની જરૂર હતી. તેણે પોતાની ઇનિંગના 13મા બોલ પર આ આંકડો પૂરો કર્યો. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે.

ત્રીજા નંબર પર બેટિંગ કરતા કોહલીએ 254 મેચની 251 ઇનિંગમાં 13,000 રન પૂરા કર્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 61.60 રહી છે. તેના નામે 48 સદી અને 69 અડધી સદી પણ છે.

આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત વતી અર્શદીપ સિંહે ચાર, ગુરનૂર બ્રારે ત્રણ અને અંશુલ કાંબોજે બે વિકેટ લીધી હતી.