સત્ય. સાહસ. સંકલ્પ.

ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાં અપહરણ, ચાંદખેડા પોલીસ તપાસમાં

ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાં અપહરણ, ચાંદખેડા પોલીસ તપાસમાં

અમદાવાદઃ ગુજરાતનાં જાણીતાં લોકગાયિકા કિંજલ રબારીનું અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા સીબીડી મોલ પાસેથી બપોરના સમયે અપહરણ થયાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. કાળા રંગની કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમને બળજબરીથી લઈ જવાની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે.

ફરિયાદ મળતાની સાથે જ ચાંદખેડા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને કાળા રંગની કારની શોધખોળ હાથ ધરી છે. આ ઘટના ગાયિકાના ભૂતકાળના પ્રેમલગ્નના વિવાદ સાથે સંબંધિત હોવાનું પ્રાથમિક અનુમાન છે.

કિંજલ રબારી, મૂળ રાધનપુર તાલુકાના સિનાદ ગામનાં વતની, તેમણે 2 મે, 2024ના રોજ અશોક ચૌધરી સાથે મરજીથી પ્રેમલગ્ન કર્યું હતું. આ લગ્ન બાદ સમાજમાં ભારે વિરોધ થયો હતો. સામાજિક દબાણના કારણે તેમણે છૂટાછેડા લેવાની ફરજ પડી હતી અને પરિવાર પાસે પાછા ફરવું પડ્યું હતું.

અગાઉ, 15 જૂન, 2026ના રોજ કોર્ટની મુદ્દત દરમિયાન અશોક ચૌધરી પર જીવલેણ હુમલો થયો હતો. હાલ પોલીસ આ હુમલા અને અપહરણ વચ્ચેનો સંબંધ તપાસી રહી છે. આ ઘટનાથી ગાયિકાના ચાહકો અને કલાકાર વર્તુળમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.