સત્ય. સાહસ. સંકલ્પ.

કિંજલ રબારીએ અપહરણનો ઇન્કાર કર્યો: પતિ સાથે મરજીથી ગઈ હોવાનું પત્રમાં જણાવ્યું

કિંજલ રબારીએ અપહરણનો ઇન્કાર કર્યો: પતિ સાથે મરજીથી ગઈ હોવાનું પત્રમાં જણાવ્યું

ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નવો વળાંક આવ્યો છે. કિંજલે અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને પત્ર લખીને અપહરણની વાતને ફગાવી દીધી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે અને તેના પર કોઈ દબાણ નથી.

પત્રમાં કિંજલે જણાવ્યું કે તેણે 2 મે 2024ના રોજ અશોક સાથે હિન્દુ રિતિરિવાજથી લગ્ન કર્યા હતા. પરિવારને આ લગ્ન મંજૂર ન હોવાથી તે અશોક સાથે રહેવા ગઈ હતી. કિંજલે પિયર પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા છે કે પરિવારે તેને જોરજબરદસ્તીથી કેદ કરી હતી, મોબાઈલ છીનવી લીધો હતો, અને રાધનપુર કોર્ટમાં તેની સામે છૂટાછેડાની અરજી દાખલ કરાવી હતી. આ સિવાય પરિવારે તેને બળજબરીથી મુકેશ દેસાઈ સાથે પરણાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ મૂક્યો છે.

કિંજલે જણાવ્યું છે કે તે અશોક સાથે જ રહેવા માંગે છે અને આ મામલે યોગ્ય તપાસ કરવા માંગ કરી છે. આ પત્રથી અપહરણ કેસની દિશા બદલાઈ શકે છે.