સત્ય. સાહસ. સંકલ્પ.

કિંજલ રબારીના વીડિયોમાં મોટો ખુલાસો: 'મારું અપહરણ નથી થયું, હું સ્વેચ્છાએ અશોક સાથે ગઈ છું'

કિંજલ રબારીના વીડિયોમાં મોટો ખુલાસો: 'મારું અપહરણ નથી થયું, હું સ્વેચ્છાએ અશોક સાથે ગઈ છું'

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ પાસેથી ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અચાનક ગાયબ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. તેના સાસરિયાઓએ અમદાવાદ પોલીસને અપહરણની આશંકા સાથે જાણ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં કિંજલ જાતે એક કાળી કારમાં બેસીને જતી જોવા મળી હતી, જેના કારણે પોલીસ તપાસમાં અનેક સવાલો ઊભા થયા હતા.

હવે આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. કિંજલે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તેનું કોઈ અપહરણ થયું નથી. તે પોતાની મરજીથી પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે. વીડિયોમાં તેણે જણાવ્યું કે તે અશોકની પત્ની છે અને 2 મે, 2024ના રોજ તેમણે પ્રેમથી લગ્ન કર્યા હતા.

કિંજલે આપવીતી વર્ણવતા કહ્યું કે પરિવારના દબાણને કારણે તેણીને છૂટાછેડા લેવડાવવામાં આવ્યા અને બળજબરીથી બીજા લગ્ન કરાવી દેવાયા. બીજા લગ્ન પછી તેના જીવને જોખમ હોવાથી તેણે અશોકનો સંપર્ક કર્યો અને 6 સપ્ટેમ્બર, 2026ના રોજ સ્વેચ્છાએ તેની સાથે જવાનું નક્કી કર્યું.

તેણીએ પોલીસ અને વહીવટીતંત્રને વિનંતી કરી છે કે આ મામલે કોઈ ખોટી ફરિયાદ ન કરવી, કારણ કે તે પોતાના પતિ સાથે સુરક્ષિત છે. આ વીડિયો બાદ પોલીસ તપાસમાં અપહરણની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.