સત્ય. સાહસ. સંકલ્પ.

ખાંભા APMC ચૂંટણી: ભાજપ, કોંગ્રેસ અને બળવાખોરો વચ્ચે ત્રિપાંખિયો જંગ, આજે મતદાન

ખાંભા APMC ચૂંટણી: ભાજપ, કોંગ્રેસ અને બળવાખોરો વચ્ચે ત્રિપાંખિયો જંગ, આજે મતદાન

અમરેલી જિલ્લાના ખાંભા કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને બળવાખોર ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો છે. વેપારી પેનલની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે, જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં છે.

આજે સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. કુલ 567 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તાલુકા ભાજપ પ્રમુખે જણાવ્યું કે, 'અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી તમામ 10 બેઠકો જીતીશું. ગત વર્ષની જેમ આ વર્ષે પણ યાર્ડમાં ભાજપનો જ ભગવો લહેરાશે.'

મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે.