કરવા ચોથનો તહેવાર પતિ-પત્ની વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે. આ દિવસે પત્નીઓ પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે, જ્યારે પતિઓ તેમને ખુશ કરવા માટે ભેટ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે કરવા ચોથ પર પત્નીને એવી ભેટ આપી શકાય જે તેના ચહેરા પર સ્મિત લાવે અને તમારા બજેટ પર પણ ભાર ન પડે?
સામાન્ય રીતે લોકો સોના-ચાંદીના દાગીના કે મોંઘી સાડી ભેટમાં આપે છે. પરંતુ આ વખતે તમે કંઈક એવું વિચારી શકો છો જે ટ્રેન્ડી પણ હોય અને પૈસાનું સારું રોકાણ પણ સાબિત થાય. ચાંદીની ચેન, વીંટી, લોકેટ કે ચાંદીનું મંગળસૂત્ર સસ્તા ભાવે મળી જાય છે અને પત્નીને ખાસ અનુભવ કરાવે છે.
જો તમારું બજેટ મર્યાદિત હોય તો સોનાની વીંટી એક સારો વિકલ્પ છે. તે યાદગાર ભેટ બની શકે છે. સોના-ચાંદીના ભાવ તેમના વજન, ડિઝાઇન અને મેકિંગ ચાર્જ પર આધાર રાખે છે, તેથી ખરીદી પહેલા ભાવ તપાસી લેવા જોઈએ.
આ ઉપરાંત, તમે તમારી પત્નીની પસંદગીના આભૂષણો પણ ખરીદી શકો છો. મહત્વનું એ છે કે ભેટ એવી હોવી જોઈએ જે તેને ખુશી આપે અને તમારા પ્રેમનો અહેસાહ પણ કરાવે. કરવા ચોથ પર આપેલી ભેટ માત્ર વસ્તુ નહીં, પરંતુ લાગણીનું પ્રતીક હોય છે.