સત્ય. સાહસ. સંકલ્પ.

કર્ણાટકમાં પેટ્રોલમાં 20%થી વધુ ઈથેનોલ મિશ્રણ, 63 સેમ્પલમાંથી IOCLમાં 31.2%

કર્ણાટકમાં પેટ્રોલમાં 20%થી વધુ ઈથેનોલ મિશ્રણ, 63 સેમ્પલમાંથી IOCLમાં 31.2%

કર્ણાટકમાં પેટ્રોલના 63 સેમ્પલની તપાસમાં 20%થી વધુ ઈથેનોલ મિશ્રણ મળી આવતા ચર્ચા શરૂ થઈ છે. IOCLના એક સેમ્પલમાં 31.2% ઈથેનોલ નોંધાયું છે. કર્ણાટક સરકારે આ મામલે કેન્દ્ર સરકારને રિપોર્ટ સુપરત કરવાનો નિર્ણય લીધો છે અને નુકસાનની ભરપાઈ તથા દરેક પેટ્રોલ પંપ પર ઈથેનોલ મિશ્રણની ટકાવારી દર્શાવવાની માંગ કરી છે.

બેંગલુરુ સહિત 7 જિલ્લામાંથી પેટ્રોલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ IOCL, HPCL, BPCL, શેલ અને નાયરા જેવી કંપનીઓના પેટ્રોલ પંપ પરથી એકઠા કરાયા હતા અને ખાનગી લેબમાં તેની તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં કંપનીવાર ઈથેનોલની ટકાવારી આ પ્રમાણે મળી આવી છે: IOCL 31.2%થી વધુ, HPCL 30.5%, HPCL 27%, BPCL 26.5%, નાયરા 26.1% અને શેલ 25.5%.

કર્ણાટક સરકારે ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં કેટલું ઈથેનોલ મિશ્રણ કરવામાં આવ્યું છે તે અંગે ચોખ્ખી માહિતી ન મળતાં ચિંતા વ્યક્ત કરી છે. સરકારનું કહેવું છે કે ગ્રાહકોને યોગ્ય માહિતી મળવી જોઈએ અને પંપ પર મિશ્રણની ટકાવારી દર્શાવવી જોઈએ.

આ મામલે કેન્દ્ર સરકાર સુધી રિપોર્ટ પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી થવાની શક્યતા છે. ઈથેનોલ મિશ્રણની માત્રા નિયમ કરતાં વધુ હોવાનો આ પ્રથમ કિસ્સો નથી, પરંતુ આ પ્રમાણમાં મોટા પાયે સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે.