સત્ય. સાહસ. સંકલ્પ.

કરજણ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે યુવાનોના પરિવારોએ કર્યું નેત્રદાન

કરજણ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે યુવાનોના પરિવારોએ કર્યું નેત્રદાન

વડોદરા નજીક કરજણમાં નેશનલ હાઇવે 48 પર કંડારી ગામના પાટિયા પાસે થયેલા અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે, દુઃખની આ ઘડીમાં બંને પરિવારોએ એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.

કરજણના જુનાબજાર વિસ્તારમાં રહેતા પટેલ પરિવાર અને શાહ પરિવારના પુત્રોનું અકસ્માતમાં અવસાન થયું હતું. પોતાના વ્હાલસોયા દીકરાઓને ગુમાવ્યા બાદ બંને પરિવારોએ તેમના નેત્રોનું દાન કરવાનો નિર્ણય લીધો. આ પહેલથી અન્ય જરૂરિયાતમંદ લોકોને દૃષ્ટિ મળવાની આશા છે.

વડોદરાની ઇન્દુમતી ટી.આઈ. આઈ બેંકના તબીબોએ કરજણ પહોંચીને બંને યુવાનોના નેત્રદાનને સ્વીકાર્યું હતું. ભારે દુઃખ વચ્ચે લેવાયેલો આ નિર્ણય માનવતા, સેવા અને પરોપકારનું ઉદાહરણ છે. સ્થાનિક લોકો દ્વારા બંને પરિવારોની આ પહેલની પ્રશંસા કરવામાં આવી રહી છે.