સત્ય. સાહસ. સંકલ્પ.

સૈફ-કરીનાના લવ સિક્રેટ્સ: કપિલ શર્મા શોમાં 5મા બાળક પર કરીનાનો મજેદાર જવાબ

સૈફ-કરીનાના લવ સિક્રેટ્સ: કપિલ શર્મા શોમાં 5મા બાળક પર કરીનાનો મજેદાર જવાબ

બોલિવૂડના ચર્ચિત કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન હાલમાં કપિલ શર્માના શોમાં તેમના લવ લાઇફના સિક્રેટ્સ ખોલી રહ્યા છે. શોના પ્રોમોમાં સૈફે કરીનાને લઈને કહેલી વાતો ચર્ચાનું કેન્દ્ર બની છે.

કપિલે મજાકમાં પૂછ્યું કે 14 વર્ષના લગ્નજીવન પછી પણ તમે બંને ફ્રેશ કેવી રીતે લાગો છો? ત્યારે સૈફે હસતાં હસતાં કહ્યું કે અમારા ઘરમાં ઘીનો ખૂબ ઉપયોગ થાય છે. કરીનાએ ઉમેર્યું કે તેઓ ઘી ખાય છે અને બાળકો પણ ખાય છે. સૈફે મજાકમાં કહ્યું કે કરીના રાત્રે ઘી પગ પર પણ ઘસે છે, જેનાથી સારી ઊંઘ આવે છે.

કરીનાએ જણાવ્યું કે સૈફે તેમને ત્રણ વાર પ્રપોઝ કર્યું હતું - પહેલા મુંબઈમાં, પછી ગ્રીસમાં અને ત્યારબાદ પેરિસમાં. ત્યારે સૈફે મજાકમાં કહ્યું કે જો તે મુંબઈમાં જ હા પાડી દેત તો તેના પૈસા બચી જાત.

શોમાં નાઇટ રૂટિન વિશે પૂછતાં કરીનાએ સ્વીકાર્યું કે સૈફ નસકોરાં બોલાવે છે. જોકે સૈફે પણ કરીનાના નસકોરાંનો વીડિયો રેકોર્ડ કર્યાનું જણાવ્યું.

શોમાં એક મજેદાર ક્ષણ ત્યારે આવી જ્યારે કપિલે કહ્યું કે સૈફના દરેક દાયકામાં એક બાળક છે. કરીનાએ પૂછ્યું કે હવે આગળ શું પ્લાન છે? ત્યારે અર્ચના પુરણે ટિપ્પણી કરી કે તેઓ નવા દાયકામાં પ્રવેશ કરી રહ્યા છે. કરીનાએ તરત જ કહ્યું, 'હા, પણ મારી સાથે નહીં.' આ સાંભળીને સૈફ શરમાઈ ગયા અને બધા હસવા લાગ્યા.

આ ઉપરાંત બંનેે શોમાં રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો. તેમનો 14 વર્ષનો સંબંધ આજે પણ ચાહકોને પ્રેરણા આપે છે.