અમદાવાદ: નવરાત્રિ પર્વની પૂર્ણાહુતિ બાદ શહેરના ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'કાંકરિયાનો ગરબો' મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1000થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનો, ભાજપના મંત્રીઓ, સાંસદો, પદાધિકારીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટ્રેડિશનલ ડ્રેસમાં દિવ્યાંગ ભાઈ-બહેનો ગરબા રમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલા અને કોર્પોરેટર ચાંદની પટેલ પણ લોકો સાથે જોડાઈને ગરબા રમ્યા હતા. ઉપરાંત, જગદીશ વિશ્વકર્મા અને દર્શનાબેન વાઘેલાએ માતાજીની આરતી પણ ઉતારી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા અને જોવા માટે કાંકરિયા લેક ખાતે ઉમટી પડ્યા હતા. દિવ્યાંગો માટે યોજાયેલા આ ખાસ ગરબા કાર્યક્રમે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.