દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડાએ ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટની અંતિમ ઇનિંગમાં તેમણે પોતાની 350મી વિકેટ લીધી હતી.
રબાડાએ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની પહેલી ઓવરમાં બે વિકેટ લીધી. ત્યારબાદ સાતમી ઓવરમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને તેમણે 350મી ટેસ્ટ વિકેટ પૂરી કરી.
31 વર્ષીય રબાડાએ માત્ર 75 ટેસ્ટ મેચની 138 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. તેમણે 350 વિકેટ પૂરી કરવા માટે કુલ 13,808 બોલ ફેંક્યા હતા.
આ પહેલાં આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઝડપી બોલર ડેલ સ્ટેનના નામે હતો. સ્ટેને 14,719 બોલમાં 350 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. રબાડાએ સ્ટેન કરતાં 911 બોલ ઓછા ફેંકીને આ રેકોર્ડ તોડ્યો છે.
રબાડા પોતાની ઝડપ, સ્વિંગ અને સચોટ લાઇન-લેન્થ માટે જાણીતા છે. તેમણે તેમની બોલિંગથી અનેક દિગ્ગજ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા છે.
હવે સૌથી ઓછા બોલમાં 350 ટેસ્ટ વિકેટ લેવાની સિદ્ધિ સાથે રબાડાએ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે.