સત્ય. સાહસ. સંકલ્પ.

IND vs WI: ભારત સામે જસ્ટિન ગ્રીવ્સની ઐતિહાસિક સદી, બન્યો છઠ્ઠો કેરેબિયન ઓપનર

IND vs WI: ભારત સામે જસ્ટિન ગ્રીવ્સની ઐતિહાસિક સદી, બન્યો છઠ્ઠો કેરેબિયન ઓપનર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનિંગ બેટ્સમેન જસ્ટિન ગ્રીવ્સે શાનદાર સદી ફટકારી છે. તેમણે 108 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. આ તેમની આંતરરાષ્ટ્રીય વનડે કારકિર્દીની પ્રથમ સદી છે. કુલદીપ યાદવે તેમને એલબીડબ્લ્યુ આઉટ કર્યા હતા.

આઉટ થતાં પહેલાં ગ્રીવ્સે જોન કેમ્પબેલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 135 રનની મજબૂત ભાગીદારી કરી હતી, જેણે ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી.

આ સદી સાથે જસ્ટિન ગ્રીવ્સ ભારત સામે વનડેમાં સદી ફટકારનાર વેસ્ટ ઈન્ડિઝના છઠ્ઠા ઓપનર બન્યા છે. તેમના પહેલાં ગોર્ડન ગ્રીનિજ, ફિલ સિમન્સ, ક્રિસ ગેલ, શિવનારાયણ ચંદ્રપોલ અને શાઈ હોપ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ક્રિસ ગેલે ભારત સામે ઓપનર તરીકે ત્રણ વખત સદી ફટકારી હતી.

ગ્રીવ્સે 32 વર્ષ અને 213 દિવસની ઉંમરે પ્રથમ વનડે સદી નોંધાવી છે. આ સાથે તે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ ઉંમરે પ્રથમ વનડે સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે. આ યાદીમાં ક્લેટન લેમ્બર્ટ 36 વર્ષ અને 57 દિવસની વયે સદી ફટકારીને પ્રથમ સ્થાને છે, જ્યારે શમર બ્રૂક્સ 33 વર્ષ અને 246 દિવસની ઉંમરે સદી ફટકારીને બીજા સ્થાને છે.